મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સરદાર કથા, પ્રથમ દિવસે વલ્લભભાઈ પટેલના બાળપણથી લઈને બેરિસ્ટર સુધીના પ્રસંગો વર્ણવાયા

સુરતમાં આવેલા મોટા વરાછા ખાતે ડીઆર પ્લે ગ્રાઉન્ડમાં સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં સરદાર કથા, પ્રથમ દિવસે વલ્લભભાઈ પટેલના બાળપણથી લઈને બેરિસ્ટર સુધીના પ્રસંગો વર્ણવાયા

સુરતમાં આવેલા મોટા વરાછા ખાતે ડીઆર પ્લે ગ્રાઉન્ડમાં સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના બિસ્માર્ક ગણાતા લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના સાર્ધ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સરદારના અસરદાર જીવનના પ્રસંગોને વર્ણવતી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીતના સથવારા શૈલેષભાઈ સગપરિયા દ્વારા વલ્લભભાઈના જીવનના જાણ્યા અજાણ્યા પ્રસંગો વર્ણવવામાં આવી રહ્યાં છે. દેશને એક કરનાર પટેલ પરિવારને પણ કુનેહથી એક તાંતણે બાંધતા હોય તેવા પ્રસંગો વર્ણવવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ સુરતમાં પગાર વધારાની માગ સાથે લુમ્સના કારીગરોનું આંદોલન, ઉકળતા ચરુ જેવી સ્થિતિ

નાનપણના પ્રસંગો રજૂ કરાયા

150 વર્ષ પહેલાં જન્મ લેનાર સરદાર સાહેબની પ્રતિભાનો પરિચય સમગ્ર જગતને કરાવવા સરદારધામ યુવા સંગઠન દ્વારા ઝોન વાઇઝ સરદાર કથા કરવાનું આયોજન કરાય છે. સુરત ખાતેની કથામાં પ્રથમ દિવસે કથામાં વક્તા શૈલેષભાઇ સગપરિયાએ સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વને લોકો સમજી શકે એ માટે એમના નાનપણના પ્રસંગોથી શરૂ કરીને બેરિસ્ટર બનવા સુધીની વાતો રજૂ કરી હતી. 

વલ્લભભાઈના પ્રસંગો જીવંત થયા

વલ્લભભાઈનો શિક્ષકો પ્રત્યેનો પ્રેમ, સ્પષ્ટ વક્તા, નિડરપણાંના ગુણો બતાવતા પ્રસંગો શૈલેશભાઈ દ્વારા વર્ણવવામાં આવ્યા હતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે જે સફળતા મેળવી હતી તે તેમના પ્રસંગો દ્વારા વર્ણવવામાં આવ્યાં હતાં. વિઠ્ઠલભાઈ જ્યારે બેરિસ્ટરનો અભ્યાસ કરતાં ત્યારે તેઓ કેવી રીતે પ્રેક્ટિસ કરવાની સાથે સાથે પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હતો. તથા પત્ની પ્રત્યેનો પ્રેમ અને એ જ પત્નીના અવસાન વખતે લડાતા કેસ સહિતના જાણ્યા અજાણ્યા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યાં હતાં.

આ સમાચાર શેર કરો