સુરતમાં રોગચાળાએ લીધો ભરડો, સિવિલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા દર્દીઓની જમીન પર કરાઈ પથારી
સુરત રોગચાળાના ભરડામાં આવી ગયું છે. પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં રોજે રોજ વધારો થઈ રહ્ય

સુરત રોગચાળાના ભરડામાં આવી ગયું છે. પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીઓને દાખલ કર્યા બાદ તેને બેડ આપવાની અછત સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેથી વોર્ડમાં બેડની વચ્ચેની જગ્યાએ જમીન પર પથારી કરીને દર્દીઓને સૂવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે.
દર્દીઓને હાલાકી
સુરતમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પસેરો કર્યો છે. દર્દીઓનો ધસારો વધતા બેડની અછત સર્જાઈ છે. જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાની નોબત આવી છે. દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે.
પેસેજમાં સારવાર
સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60 હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે. મેડિકલ વિભાગમાં 500 થી 600 ઓપીડી નોંધાતી હતી. તે હાલ 750 થી 800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાંથી 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બાળકોને પણ 150 થી 200 જેટલી ઓપીડી હોય છે. જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે. કિડની બિલ્ડીંગના પાંચમા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે આઠમા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સૂવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહે છે.








