મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, રિકસ્ટ્રક્શન દરમિયાન પોલીસે ગોળી મારી

ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન

સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, રિકસ્ટ્રક્શન દરમિયાન પોલીસે ગોળી મારી

ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે.23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. 24 સપ્ટેમ્બરે પોલીસ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 સાયકો કિલરનું એન્કાઉન્ટર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાપુર કેનાલ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમારે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. બંદૂક છીનવ્યા બાદ આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ જોતા, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સલામતી માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને આરોપી વચ્ચેના આ ઘર્ષણમાં ગોળી વાગતા વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

શું છે ઘટના?

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો.  શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો.

આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.

આ સમાચાર શેર કરો