મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ત્રીજા માળે ચડાવાતું એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર નીચે પટકાતા વળ્યો કડૂસલો, આસપાસમાં મચી અફડાતફડી

સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘ

સુરતમાં ત્રીજા માળે ચડાવાતું એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર નીચે પટકાતા વળ્યો કડૂસલો, આસપાસમાં મચી અફડાતફડી

સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના ઘટી હતી. એમ્બ્રોઈડરીનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેઈનનું બેલેન્સ બગડતા એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. ધડાકાના અવાજથી આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત 15 લાખની કિંમતનું આ મશીન નીચે પડતા ભારે નુકસાની થઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

મશીન ચડાવતી વેળા દુર્ઘટના

ટેક્સટાઇલ સીટી સુરતમાં કાપડ માર્કેટને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે. તેમાય ખાસ કરીને એમ્બ્રોઇડરી મશીન મોટા પ્રમાણમાં સુરતમાં મુકવામાં આવ્યા છે. મોટા મશીન ચડાવવા માટે ક્રેઈનની જરૂર પડતી હોય છે. ત્યારે આ પ્રકારના મશીન ચલાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે. ત્યારે તેવી જ એક ઘટના સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી. જેમાં એક એમ્બ્રોઈડરીના કારખાનામાં ત્રીજા માળ પરથી ભારે ભરખમ એમ્બ્રોઈડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું. 

નવા મશીનમાં નુકસાન

આ મશીન માટે બે ક્રેઈન બોલાવવામાં આવી હતી. તેની મદદથી કારખાના ત્રીજા માળે ભારે મશીન ચડાવાઈ રહ્યું હતું. મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેઈનનું બેલેન્સ બગડ્યું હતું. જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું હતું. કારખાનાના માલિક અંદાજિત 15 લાખનું આવતું આ મશીન નવું જ ખરીદી કરીને લાવ્યા હતા. હવે આ મશીન નીચે પડતા મોટું નુકસાન થયું હતું. એમ્બ્રોડરી મશીન પડવાની ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો