મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના હજીરાની એએમએનએસ કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી, સારવાર દરમિયાન એકનું મોત

સુરતના હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્ટીલ

સુરતના હજીરાની એએમએનએસ કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી, સારવાર દરમિયાન એકનું મોત

સુરતના હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્ટીલ પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી હતી. ગત શનિવારના રોજ બનેલી દુર્ઘટનામાં લિફ્ટ ઓપરેટર અને સાથે એક ટ્રેઇની ઓજીટી કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને કર્મચારીઓને ખાનગી દાખલ કરાયા હતા. જોકે લિફ્ટ ઓપરેટરનેએ લિફ્ટ કરીને મુંબઈ ખસેડાયો હતો. જો કે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

આ પણ વાંચોઃ મહિસાગરમાં દીકરીને જાતિનો દાખલો ન મળતાં પિતાનો આપઘાત, ધક્કા ખાવા છતાં નહોતો મળતો ન્યાય
 
પ્લાન્ટ નંબર 1માં દુર્ઘટના સર્જાઈ હતી

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલમાં પ્લાન્ટ નંબર 1 માં એચબીઆઇ મોડલ નંબર 4 માં ગત શનિવારે લિફ્ટ તૂટી પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટ ઓપરેટર મહેશ કુમારને બ્રેઇન હેમરેજ થતાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઇ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટ્રેઇની એન્જિનિયર જતીનકુમાર કુશવાહા હાલ આશુતોષ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. મહેશ નો સારવાર દરમિયાન મુંબઈની લીલા વતી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

બેદરકારી દાખવાઈ

શનિવારે બપોરે ત્રણ વાગ્યે લિફ્ટ તૂટી પડવાની ઘટના બની હતી જેની જાણ પોલીસમાં મોડી સાંજે કરવામાં આવી હતી. 24 કલાક વીતી ગયા હોવા છતાં કંપની દ્વારા ફેક્ટરી ઇન્સપેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી. પોલીસને પણ સમય પર જાણ કરાઇ ન હતી. હાલ પણ હજીરા પોલીસમાં આ બાબતે જાણવાજોગ નોંધ જ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરના રોજ બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં ચારના મોત થયા હતા તેમાં પણ કંપની દ્વારા મોડી જાણ કરીને બેદરકારી દાખવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો