Navratri 2024:ગલગોટો મેં ચૂંટીને લીધો..સુરતમાં વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ-દિવ્યાંગ બાળકો સાથે ગાયા ગરબા
હાલ પવિત્ર નવરાત્રિની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ ઉજવણીમાં બા દાદાઓ,અન

હાલ પવિત્ર નવરાત્રિની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ ઉજવણીમાં બા દાદાઓ,અનાથ ફુલડાઓ, મંદબુદ્ધિ બાળકો, HIV ભૂલકાંઓ, કેન્સરગ્રસ્ત બાળકો, દિવ્યાંગ બાળકો વંચિત ન રહી જાય તે માટે હેલ્પિંગ હેન્ડ્સ પરિવાર દ્વારા ખુશીઓને વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉત્સાહભેર લીધા સ્ટેપ
અડાજણના જીવન વિકાસ ટ્રસ્ટ હોલમાં સપ્તરંગી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગલગોટો મેં ચૂંટીને લીધો સહિતના ગરબાના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતાં. ગરબા રમનારાએ પોતે પણ સમાજનો અભિન્ન હિસ્સો હોવાનો ગર્વ લેતા અલગ અલગ તાલે ગરબાના સ્ટેપ્સ કર્યા હતા.
આદ્યશક્તિની આરાધના
સોનલ શેઠ માસ્ટરે કહ્યું કે, અમારી સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમે વૃદ્ધાશ્રમ, અનાથ બાળકો સહિતનાને એકઠા કરીને તેમની સાથે નવરાત્રિની ઉજવણી કરી છે. 300 જેટલા લોકોએ એક સાથે માં આદ્યશક્તિ અંબેની આરાધનાના પર્વ એવા નવલા નોરતાની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક કરી છે.








