મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડીની નકલી બીએડ કોલેજ મામલે સરકારનો મોટો નિર્ણય, HNGU સાથે જોડાણ કર્યું રદ્દ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે 10 વર્ષથી કાગળ પર ચાલતી નકલી બીએડ કો

કડીની નકલી બીએડ કોલેજ મામલે સરકારનો મોટો નિર્ણય, HNGU સાથે જોડાણ કર્યું રદ્દ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે 10 વર્ષથી કાગળ પર ચાલતી નકલી બીએડ કોલેજ ચાલતી હોવાનો ભાંડો GSTVએ ફોડ્યો હતો. GSTVએ આ અંગેના સમાચાર પ્રકશિત અને પ્રસારિત કર્યા બાદ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. HNGUએ પણ આ અંગે પરિપત્ર કરી દીધો છે અને કોલજનું જોડાણ તત્કાલ રદ્દ કર્યાની જાહેરાત કરી છે.

બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હતી 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે  શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. 

આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં  કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં હતા, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ ન હતા.  સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત જેટલા શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી હતી.  

સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે આ બી.એડ. કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી-HNGU સાથે સંલગ્ન હતી, HNGUની વેબસાઈટ પરથી આ કોલેજમાં એડમિશન મળી રહ્યું હતું.  તેમજ બી.એડ. કોલેજને માન્યતા આપતી કેન્દ્ર સરકારની સંસ્થા  નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન- NCTE પાસેથી  પણ આ કોલેજને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી  છે. કાગળ પર ચાલતી આ કોલેજમાં વિદ્યાર્થી દીઠ રૂ.40,000 ફી ઉઘરાવવામાં આવતી હોવાની માહિતી પણ મળી હતી. 

શિક્ષણ વિભાગે  HNGU સાથે જોડાણ કર્યું રદ્દ 

આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગે કડક કાર્યવહી કરતા  શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજનું હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી-HNGU સાથે  જોડાણ રદ્દ કરી દીધું છે. 

આ અંગેના શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયું છે કે  ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા ઉકત સંસ્થાની રૂબરૂ સ્થળ તપાસ દરમ્યાન મંજુરી વિના કોલેજના સ્થળફેર, નિયમાનુસારના સ્ટાફનો અભાવ, નિમણુંકની પ્રક્રિયા, વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક કાર્ય થયેલ નથી, વિદ્યાર્થીઓની ગેરહાજરી, આંતરીક પરીક્ષાની ઉત્તરવહીઓનું મુલ્યાંકન વિના આંતરીક ગુણાંકન યુનિવર્સિટીઓને મોકલી મુલ્યાંકન વિના ડિગ્રીઓ અપાવવા અંગેની ગંભીર ગેરરીતિ, સંસ્થાના સ્ટાફની ગેરહાજરી, ભૌતિક સુવિધાઓનો અભાવ, લાયકાત તેમજ યુનિવર્સિટીની માન્યતા વિનાના હાજર સ્ટાફ વગેરે જેવી ગેરરીતિઓ ધ્યાને આવેલ છે. ઉકત સ્થળ તપાસ અહેવાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના અભિપ્રાયના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો