મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે ચડ્યા, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે. વાસ્તવિ

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે ચડ્યા, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે. વાસ્તવિક્તા એ છે કે, બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે, ત્યારે શિક્ષિત યુવાઓ દારૂ-ડ્રગ્સની લતે ચડ્યાં છે, રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ દારૂ, ગાંજો, અફીણ, હેરોઈન પીને નશો કરે છે. ખુદ સરકારના જ આશીવાર્દથી બુટલેગરો-ડ્રગ્સ પેડલરો બેફામ બન્યાં છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં પેઢી નશાની બંધાણી બની રહી છે, પરિણામે ચિંતાજનક ચિત્ર ઉભુ થયું છે. રાજ્યમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઈને રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. 

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારૂ ડ્રગ્સની બદીને દૂર કરવા અવાજ ઉઠાવ્યો છે જેને જન સમર્થન સાંપડી રહ્યુ છે. એટલુ જ નહીં, ટોલ ફ્રી નંબર પર ફોન કરીને લોકો દારુ ડ્રગ્સના અડ્ડાની માહિતી મોકલી શકશે.  હવે પોલીસને જનતા રેડનો ડર પેઠો છે પરિણામે પોલીસે જાહેરમાં ધમધમતાં દારૂના અડ્ડા બંધ કરવા ડ્રામા રચ્યો છે. 

લોકોને એવુ થયુ છે કે, દારૂના અડ્ડા બંધ થયા છે પણ એવી ગોઠવણ પાડવામાં આવી છે કે, બુટલેગરોએ ઉંચા ભાવ લઇને દારૂ-ડ્રગ્સની હોમ ડિલીવરી યથાવત રાખી છે. પોલીસને જ બુટલેગરોને નવો મંત્ર આપ્યો છે કે, જાહેરમાં દારૂ વેચશો નહીં, ઘેર બેઠાં પહોચાડો. 

દારૂ-ડ્રગ્સના દૂષણ સામે લડત લડનારી સ્વૈચ્છિક સંસ્થાઓની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી

દારુ-ડ્રગ્સના દૂષણ સામે લોકજાગૃતિ કેળવવા માટે ગુજરાતમાં ઘણી સ્વેચ્છિક સંસ્થાઓ કામગીરી કરી છે. પણ જે રીતે ભાજપ સરકારે જાણે દારુ ડ્રગ્સને પાછલા બારણે પ્રોત્સાહન આપી રહી છે કેમકે, છેલ્લાં કેટલાંય વખતથી ગુજરાતમાં 70થી વઘુ સ્વેચ્છિક સંસ્થાઓની ગ્રાન્ટ જ બંધ કરી દેવાઇ છે. ગુજરાતમાં હાલ નશામુક્તિ અભિયાન, ડ્રગ્સ જનજાગૃતિ જેવા કાર્યક્રમ માત્ર કાગળ પર ચાલી રહી છે. આ જોતાં સરકારનું વલણ શંકાના ઘેરામાં આવ્યુ છે. ટૂંકમાં, બુટલેગરો-ડ્રગ્સ પેડલરોની રાજકીય સહારો અપાતાં દારુ ડ્રગ્સની દુષણ વકર્યું છે.

આ સમાચાર શેર કરો