હાઈવે પર મળી બિનવારસી હાલતમાં વિદેશી દારૂની બોટલો, કિંમત 1,43,110
અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર વોરા-ગામડી રોડ નજીક આર.સી. ફાર્મહાઉસની સામ

અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર વોરા-ગામડી રોડ નજીક આર.સી. ફાર્મહાઉસની સામે બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો
એલ.સી.બી. ઝોન-3ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે ગઈકાલે સાંજે આ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
344 બોટલો કબજે કરાઈ
તપાસ દરમિયાન ઝાડી ઝાંખરા વચ્ચે છુપાવવામાં આવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે તેમાંથી વિવિધ બ્રાન્ડની નાની મોટી કુલ 344 બોટલો કબજે કરી હતી, કબજે કરાયેલા આ દારૂની કુલ કિંમત રૂ. 1,43,110 જેટલી થાય છે. કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આ જથ્થો કોણે મૂક્યો હતો તે અંગે તપાસ શરૂ કરી દીધી છે.







