મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીના કુકરડા ગામમાં કાચા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ના પહોંચી શકી, મહિલાએ ઘરે જ બાળકને આપ્યો જન્મ 

આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતમાં કેટલાક એવા ગામડા છે જ્યાં હજુ સુધી પાક્કો રસ્તો પણ

VIDEO: નસવાડીના કુકરડા ગામમાં કાચા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ના પહોંચી શકી, મહિલાએ ઘરે જ બાળકને આપ્યો જન્મ 

આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતમાં કેટલાક એવા ગામડા છે જ્યાં હજુ સુધી પાક્કો રસ્તો પણ બન્યો નથી. છોટા ઉદેપુરના નસવાડીના કુકરડા ગામમાં કાચા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ તો શું કોઇ વાહન પણ ના પહોંચી શકતા મહિલાએ ઘરમાં જ બાળકને જન્મ આપ્યો હતો.લોકોએ ઘર વખરી તેમજ જીવન જરૂરીયાતનો સામાન લેવો હોય ત્યારે ચાલતા જ જવું પડે છે. અનેક વખત પાકો રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ તંત્ર દ્વારા કોઇ કામ હાથ પર લેવામાં આવતું નથી.

મહિલાએ ઘરે જ આપ્યો બાળકને જન્મ

છોટાઉદેપુરના કુકરડા ગામમાં કુંકતાં ફળિયામાં સગર્ભાએ કાચા રસ્તાને કારણે કોઇ સાધન તેમના ગામ સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી ઘરે જ જીવના જોખમે બાળકને જન્મ આપવા મજબૂર થવું પડ્યું હતું. શનિવાર મોડી રાત્રે સગર્ભાને પ્રસુતીનો દુખાવો ઉપડતા દવાખાના સુધી પહોંચી શકે તે માટે કાચા રસ્તાને કારણે કોઇ સાધન ગામમાં આવી શકે તેમ નથી.

અનેક વખત રજૂઆત છતા તંત્રના આંખ આડા કાન

આઝાદીના વર્ષો બાદ પણ અવાર નવાર પાકા રસ્તા માટે અનેક વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ રસ્તો બનાવવામાં આવતો નથી. પંચાયત આર એન્ડબી સરકારમાં પાકા રસ્તા બનાવવા માટે પણ ગ્રામજનો દ્વારા અનેક વખત દરખાસ્ત કરવામાં આવી છે તેમ છતા પણ રસ્તાની મંજૂરી મળી નથી.

કાચા રસ્તાને લઇને દરરોજ દુ:ખ ભોગવતા ગ્રામજનોને ક્યારે પાકો રસ્તો મળશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો