મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે વરસાદથી સણિયા હેમાદના મંદિરમાં પાણી ઘુસ્યા, ગામ બેટમાં ફેરવાતા લોકોને હાલાકી

સુરતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી ભારે હાલાકીનો સામનો પણ લોકોએ કરવો પડી

સુરતમાં ભારે વરસાદથી સણિયા હેમાદના મંદિરમાં પાણી ઘુસ્યા, ગામ બેટમાં ફેરવાતા લોકોને હાલાકી

સુરતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી ભારે હાલાકીનો સામનો પણ લોકોએ કરવો પડી રહ્યો છે. ત્યારે સણિયા હેમાદમાં ફરી એકવાર ભારે વરસાદથી પાણી ભરાયા છે. બેટમાં ફેરવાયેલા ગામમાં પ્રવેશ દ્વાર પર આવેલા મંદિરમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ગામ લોકોનો આક્ષેપ છે કે, દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

જનજીવન પ્રભાવિત

ઉપરવાસમાંથી વરસાદી પાણી આવતાં અને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરતના સીમાડે આવેલું સણિયા હેમાદ ગામ ગઈ કાલે બેટમાં ફેરવાયું હતું. એટલું જ નહીં પરંતુ સુરત પાસેના કુંભારિયા અને ચલથાણ ગામમાં પણ ખાડીનાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

ગેરકાયદે બાંધકામનો આક્ષેપ

શહેરના છેવાડે આવેલા સણિયા હેમાદ ગામમાં પાણી દર વર્ષે ભરાય જાય છે. વાહનચાલકોથી લઈને સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. એક છેડેથી બીજે છેડે જવામાં લોકોને મુશ્કેલી અનુભવવી પડે છે. ત્યારે ગામ લોકોએ કહ્યું કે, દર વખતે પાણી ભરાય છે. પાલિકાને વારંવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી. ગેરકાયદેસર બાંધકામના કારણે પાણી જવાનો માર્ગ સાંકડો થયો હોવાથી પાણી ભરાઈ જાય છે. 

આ સમાચાર શેર કરો