મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભારે વરસાદથી વૃક્ષોનો વળી ગયો સોથ, વર્ષો જૂનું તોતિંગ ઝાડ ધરાશાયી થતા ફાયરબ્રિગેડ થયું દોડતું 

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવા

સુરતમાં ભારે વરસાદથી વૃક્ષોનો વળી ગયો સોથ, વર્ષો જૂનું તોતિંગ ઝાડ ધરાશાયી થતા ફાયરબ્રિગેડ થયું દોડતું 

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થવાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. જેથી ફાયર બ્રિગેડ સતત દોડતું થયુ છે.

વરાછામાં ઝાડ ધરાશાયી

વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર ખાતે સવાણી એસ્ટેટ વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. જેના પગલે નીચે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું. સાથે જ ટ્રાફિક જામને પણ સમસ્યા સર્જાય હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગેડ દોડતું રહ્યું

ફાયર બ્રિગેડના અધિકારીઓ કહ્યું કે, છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે વૃક્ષોના મૂળ ઢીલા થઈ ગયા જ હોય તે રીતે વૃક્ષો પડી રહ્યા છે. સવાણીમાં વર્ષો જૂનું તોતિંગ ઝાડ પડ્યાનો કોલ મળતા જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અહીં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વૃક્ષના થડ સહિત ડાળીઓના ટુકડા કરીને તેને ટ્રેક્ટર મારફતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો