નવસારીમાં ભારે વરસાદથી રસ્તા બન્યા ચંદ્રની સપાટી સમાન, ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકો મુશ્કેલીમાં
નવસારીમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાની હાલ ચંદ્રની સપાટી સમાન બનાવી દીધી છે. દશેરા ટ

નવસારીમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાની હાલ ચંદ્રની સપાટી સમાન બનાવી દીધી છે. દશેરા ટેકરી વિસ્તારમાં સરસ્વતી માતાનાં મંદિર પાસે કાલિયાવાડી મામલતદાર કચેરીને જોડતા મુખ્ય માર્ગ વરસાદની શરૂઆત થઈ છે. ત્યાં જ જર્જરીત અવસ્થામાં જોવા મળી રહેલ છે.
અકસ્માતનું જોખમ
આ માર્ગ કાલિયાવાડી સ્થિત સરકારી કચેરીઓ તથા નવસારી શહેરમાંથી નેશનલ હાઇવે જોડતો માર્ગ હોય અહીં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. જેના પરિણામે અહીંથી રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં પસાર થતા લોકો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો સાથોસાથ અહીંથી પસાર થતાં રાહદારીઓને તથા વાહન ચાલકોને માથે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે તેમ છે.
કામગીરી ક્યારે થશે
હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ પગલે રાહદારીઓ તથા વાહનચાલકોને માટે ખાડાઓના કારણે વાહન અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે આ બાબતે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ પાલિકા પ્રમુખ તથા નગરસેવકો દ્વારા જરૂરી કામગીરી આવનારા દિવસોમાં ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહેશે.








