મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પતિ સાથે અણબનાવ થતાં બ્રિજ પરથી તાપી નદીમાં જીવન ટૂંકાવવા પહોંચી મહિલા, સુરત પોલીસે આ રીતે બચાવ્યો જીવ

સુરતમાં આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે

પતિ સાથે અણબનાવ થતાં બ્રિજ પરથી તાપી નદીમાં જીવન ટૂંકાવવા પહોંચી મહિલા, સુરત પોલીસે આ રીતે બચાવ્યો જીવ

સુરતમાં આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ધીરજ ખૂંટતા લોકો અંતિમ પગલું ભરતા હોય તેવું સામે આવી રહ્યું છે. આ જ રીતે પતિ સાથે અણ બનાવ થતા એક મહિલા સવારના સમયે ઘરેથી નીકળી ગઈ હતી. ડભોલી બ્રિજ પરથી તાપી નદીમાં કુદવા પ્રયાસ કરી રહી હતી.

મહિલા પર ગયું ધ્યાન

પતિ સાથે છેલ્લા થોડા સમયથી મહિલાને અણ બનાવ ચાલી રહ્યા હતા. નાના નાના મુદ્દે ઝઘડા થઈ રહ્યા હતા. ત્યારે આ તમામ બાબતોથી કંટાળીને મહિલા આપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. ડભોલી બ્રિજ પર જઈને તાપીના ધસમસતા પાણીમાં જીવન ટૂંકાવે તે અગાઉ બ્રિજ પર જ કોઈનું ધ્યાન ગયું હતું.

વાતોમા ચડાવી જીવ બચાવ્યો

પોલીસને જાણ થતાં જ સીંગણપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહિલા સાથે વાતચીત કરીને તેને આપઘાત કરતા રોકી લીધી હતી. મહિલાએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જોકે પોલીસ મહિલાનો જીવ બચાવવામાં સફળ રહી હતી. બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો