સુરતમાં નવરાત્રિના ચાલુ ગરબામાં દારૂ પીને ચાલકે કાર ઘુસાડી દઈ સ્પીકર તોડ્યા, લોકોએ ચાંપી દીધી કારને આગ
હાલ પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે ભીમરાડના ગરબામાં નશો કરી ઘૂસેલા કારચાલકે સ્પીકર, ઓડી કાર

હાલ પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે ભીમરાડના ગરબામાં નશો કરી ઘૂસેલા કારચાલકે સ્પીકર, ઓડી કાર અને વાયરના રોલને નુકશાન કરી ભાગવા જતાં સ્થાનિકોએ હાઇવે પરથી બે મિત્રો સાથે પકડી પાડ્યા હતા. ત્રણેયને મેથીપાક ચખાડીને કારને આગ લગાવી દીધી હતી.
ભાગવા જતા પાર્ક કારને અડફેટે લીધી
અલથાણ પોલીસે સામ-સામી ફરિયાદો લઈ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં કારચાલક ભાગવા જતા આગળ પાર્ક કરેલી માજી કોર્પોરેટરના ભત્રીજાની ઓડી કારને અડફટે લીધી હતી. કાર ચાલક હર્ષલ પાટીલને માર મારતા તેને નવી સિવિલમાં દાખલ કરાયો હતો. પોલીસ સ્ટેશને લાવી તેને રાત્રે જામીન પર છોડી મુક્યો હતો. ટોળું કારચાલક હર્ષલ પરેશરામ પાટીલ, સાહીલ પાટીલ અને શિવમ મંડલને માર મારી ભીમરાડ લાવી કારને આંગ ચાંપી દીધી હતી.
પોલીસની શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપ
હર્ષલના સંબધી પોલીસમાં હોવાથી તેને છોડી મૂકાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બીજી તરફ અલથાણ પીઆઈએ કહ્યું કે જામીનલાયક ગુનો છે. જો કે સામાન્ય માણસ પીધેલો પકડાય તો પોલીસ તેને આખી રાત લોકઅપમાં બેસાડી રાખતી હોય છે. બીજી તરફ સ્થાનિક 9 યુવકોને વહેલી સવારે પોલીસે ઘરેથી ઊંચકી લાવી રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી હતી.








