ભરૂચમાં નશીલા પદાર્થનો વેપલો ઝડપાયો, પુરી-અમદાવાદ અને સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનમાંથી મળ્યો 30 કિલો ગાંજો
ભરુચમાં નશીલા પદાર્થને વેપલો સામે આવ્યો છે. પરપ્રાંતમાંથી લેવાતો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવા

ભરુચમાં નશીલા પદાર્થને વેપલો સામે આવ્યો છે. પરપ્રાંતમાંથી લેવાતો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 ગ્રામ તથા સિકંદરાબાદ- રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઈસમને 18 કિલો 194 ગ્રામ મળી કુલ્લે 30 કિલો 380 ગ્રામ ગાંજો મળ્યો હતો.
ટ્રેન મારફતે ગાંજો ઘુસાડવા પ્રયાસ
આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગે સુચના ઉપરી અધિકારીઓએ દરેક અધિકારીઓ અને ટીમોને સુચનાઓ આપી હતી.જે અનુસંધાને પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 ગ્રામ કિ.રૂ.1,21, 860 ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો.
18 કિલો ગાંજા સાથે એક દબોચાયો
સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમ નામે રૂષિકેશ ગણપતિ સ્વાઈ ઉ.વ.42 રહે- ગામ-ભેજીપુર પોસ્ટ-સિકુલા તા-પુરૂષોત્તમપુર જિ-ગંજામ ઓરીસ્સા વાળા પાસેથી કુલ-18 કિલો 194 ગ્રામ કિ.રૂ.1,81,940 નો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે બંને ગુનાઓમાં કુલ-30 કિલો 380ગ્રામ ગાંજો મળી કિ.રૂ.3,03,800 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.








