મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરી સામે આવ્યો શ્વાનનો આતંક, બે વર્ષની બાળકીને કપાળના ભાગે ભર્યા બચકાં

સુરત શહેરમાં શ્વાનનો ફરી આતંક જોવા મળ્યો છે. ઘર આંગણે રમતી બે વર્ષની બાળકીને શ્વાને નિશાને લીધી હ

સુરતમાં ફરી સામે આવ્યો શ્વાનનો આતંક, બે વર્ષની બાળકીને કપાળના ભાગે ભર્યા બચકાં

સુરત શહેરમાં શ્વાનનો ફરી આતંક જોવા મળ્યો છે. ઘર આંગણે રમતી બે વર્ષની બાળકીને શ્વાને નિશાને લીધી હતી. બાદમાં કપાળના ભાગે બચકું ભરી લીધું હતું. જેથી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીને 3 જેટલાં ટાંકા આવ્યા હતાં. જો કે, શ્વાનના આતંકથી હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. બીજી તરફ કાયદેસરની નક્કર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં કિન્નરના 13 વર્ષના પ્રેમનો કરુણ અંજામ, રોજના વાપરવા હજાર આપતી છતાં યુવકે કરી હત્યા

બાળકીના હાથમાં બિસ્કીટ હોવાથી હુમલો

પાંડેસરામાં આવેલી કૈલાશ ચોકડી ખાતે આવેલી શાંતિનિતેચન નગરમાં રહેતા રાહુલ મોર્યાની બે વર્ષી દીકરી પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકી હાથમાં બિસ્કિટ લઈ ઘર બહાર દાદર પરથી નીચે જ ઉતરી રહી હતી. તે દરમિયાન જ શ્વાને હુમલો કર્યો હતો. મોઢા પર આંખની પાપણની ઉપર કપાળ પર બચકાં ભર્યા હતાં. જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

યોગ્ય કાર્યવાહીની માગ

મોર્યા રાહુલે કહ્યું કે, મારી દીકરી બહાર રમી રહી હતી. ત્યારે શ્વાને હુમલો કરતાં કપાળના ભાગે 3 જેટલા ટાંકા આવ્યા હતાં. એસએમસીમાંથી કોઈ આવતું નથી. પકડે છે. પછી છોડી દેવામાં આવે છે. ટૂંકા સમયમાં જ ત્રણેક લોકો પર પણ હુમલા થયા હતાં. રસીકરણ થતું નથી. ખુલ્લા ફરી રહ્યા છે. શ્વાનને અટકાવવામાં નહી આવે તો એ તો હુમલા કરતાં જ રહેશે. આજે મારી સાથે થયું કાલે કોઈ બીજાને પણ નિશાને લેશે.

આ સમાચાર શેર કરો