મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યુક્રેનથી MBBS પૂર્ણ કરી સુરત આવેલા ડોક્ટરને ડમ્પરે કચડ્યો, ગંભીર ઈજાથી મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માતેલા સાંઢની જેમ રસ્તા પર દોડાવતા ડમ્પરોના ચાલકો બેફ

યુક્રેનથી MBBS પૂર્ણ કરી સુરત આવેલા ડોક્ટરને ડમ્પરે કચડ્યો, ગંભીર ઈજાથી મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માતેલા સાંઢની જેમ રસ્તા પર દોડાવતા ડમ્પરોના ચાલકો બેફામ બનીને સામાન્ય માનવીઓના ભોગ લઈ રહ્યાં છે. તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે કતારગામના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી લોકોની સારવાર શરૂ કરે તે અગાઉ તબીબનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી

મૃતક વિવેક મૂળ જૂનાગઢનો વતની છે. તેઓ પરિવાર સાથે હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો. વિવેક બાઈક પર અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિવેકનું મોત નીપજ્યું હતું. 

વિવેક આગળની તૈયારી કરતો હતો

મૃતક ભાઈએ કહ્યું કે,વિવેક યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. તે આગળના અભ્યાસની તૈયારી માટે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો..

આ સમાચાર શેર કરો