સુરતમાં BRTS બસમાં DJ પાર્ટી વિવાદ વકર્યો, ડેપો મેનેજર સામે પગલાં લેવાશે
સુરત શહેરમાં હાલમાં BRTS બસની અંદર ડી.જે વગાડીને ડાન્સ અને વીડિયોગ્રાફી કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિય

સુરત શહેરમાં હાલમાં BRTS બસની અંદર ડી.જે વગાડીને ડાન્સ અને વીડિયોગ્રાફી કર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. 'કિડ લોકલ' નામની એક સંસ્થાએ સુરત મહાનગર પાલિકાની BRTS બસની અંદર ડી.જે વગાડીને ડાન્સ અને વીડિયોગ્રાફી કરી હોવાની ઘટના સામે આવી છે. આ વીડિયોની રિલ્સ વાયરલ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. ટ્રાન્સપોર્ટ ચેરમેને કહ્યું કે ડેપો મેનેજર સામે પણ પગલાં લેવામાં આવશે.
સુરત શહેરની BRTS બસની અંદર DJ પાર્ટીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.કિડ લોકલ નામની સંસ્થાએ બસમાં DJ પાર્ટી કરી વીડિયો અને ફોટોગ્રાફી કરાયાની આ ઘટના બાદ લોકોનો રોષ ફાટી નીકળતાં પાલિકાએ સંસ્થા સામે નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. 9 ઓગસ્ટના રોજ DJ પાર્ટી કરી હોવાની વાત સામે આવી છે.
સુરત ટ્રાન્સપોર્ટ ચેરમેને ખુલાસો કર્યો છે કે આ સમગ્ર મામલે કિડ લોકલ સંસ્થાને મૌખિક મંજૂરી આપી હતી. જોકે આ મંજૂરી ડેપોની અંદર શૂટિંગ કરવા પૂરતી હતી. પરંતુ આ સંસ્થાએ પરવાનગીનો દુરૂપયોગ કરી રૂટ પર ચાલતી BRTSની બસમાં ડી.જે. વગાડી વીડિયો બનાવતા વિવાદ થયો છે. આ સંસ્થાએ મંજૂરીનો દુરૂપયોગ કરી જાહેર રસ્તા પર ચાલતી બસમાં ડાન્સ અને ડિજે પાર્ટી કરી તે નિયમનો ભંગ કર્યો છે.
પાલિકાના સિટી લિન્ક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ કૃત્ય કાયદેસર નથી અને કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ કરવાનું કહી બસમાં મ્યુઝિક વગાડી શૂટિંગ કર્યું છે. 9 ઓગસ્ટના રોજ બસની અંદર ડાન્સ પાર્ટી થઈ હતી. આ મામલે સંસ્થા સામે પાલિકા કાર્યવાહી કરશે.
સુરત શહેરમાં એક બાજુ પેસેન્જર ને બસ મળતી નથી ત્યારે કિડ લોકલ સંસ્થાને ડિજે પાર્ટી માટે કેવી રીતે બસ આપી તેને લઇ સવાલ ઉઠી રહ્યા છે. એક બાજુ સામાન્ય લોકો BRTS બસમાં ખીચોખીચ જીવન જોખમે મુસાફરી કરતા હોઈ છે. ત્યારે શું મનપાની મંજૂરીથી 18 કિલોમીટર સુધી બસમાં પાર્ટી ચાલી હતી? સુરત મનપાની બસ લોકો માટે છે કે પાર્ટી માટે તેવા સવાલો પણ ઉઠ્યા છે.








