મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં ગ્રસ્ત, 16 મહિનામાં 62 રત્નકલાકારોએ જીવન ટૂંકાવતા હેલ્પલાઈન નંબર જાહેર

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેની સીધી અસર રત

સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં ગ્રસ્ત, 16 મહિનામાં 62 રત્નકલાકારોએ જીવન ટૂંકાવતા હેલ્પલાઈન નંબર જાહેર

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. જેની સીધી અસર રત્નકલાકારો પર થઈ રહી છે. 16 મહિનામાં 62થી વધુ રત્નકલાકારોએ આપઘાત કરી લીધા છે. ત્યારે હીરાઉદ્યોગમા આપઘાતના બનાવો ન બને અને રત્નકલાકારોને આપઘાત કરતા રોકવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હેલ્પ લાઈન શરૂ કરાઈ છે.  9239500009 હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

રત્નકલાકારો માટે અભિયાન

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરાઉધોગના રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવાના અભિયાનની શરૂઆત કરવામા આવી છે. સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તથા સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે. આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે અને એ અધિકારને સુરક્ષીત રાખવો નૈતિક જવાબદારી છે. 

સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરાતું નથી

ભાવેશ ટાંકે કહ્યું કે, હીરાઉદ્યોગ મા અંદાજે છેલ્લા 15 થી 16 મહિના ના ટૂંકા ગાળા મા અંદાજે 62 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે અનેક વખત સરકારનુ ધ્યાન દોરવાનું પ્રયત્ન કરાયો છે. રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરાઈ છે. નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે. હવે રત્નકલાકારોની સમસ્યાનુ સમાધાન નહી કરવામા આવે તો હજી પરિસ્થિતિ ખૂબ વિકટ થવાની શક્યતા છે. 

આ સમાચાર શેર કરો