સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ, રત્ન કલાકારો માટે વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર
સુરતમાં હીરા ઉદ્યોગ વિશ્વમાં નામાંકિત છે. ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી

સુરતમાં હીરા ઉદ્યોગ વિશ્વમાં નામાંકિત છે. ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેથી રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. કલાકારો માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.
આર્થિક સહાયની માગ
કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત સહિતના કાર્યકરો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ માંગ કરવામાં આવી હતી કે, જે રત્ન કલાકારોને કંપનીમાંથી છુટા કરવામાં આવે છે. તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સાથે જ રત્ન કલાકારોનો સર્વે કરી તેમના બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આર્થિક પેકેજની માગ
કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે, હાલ રાજ્યસભામાં સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સાંસદ છે. ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે, સુરતનો હીરા ઉદ્યોગ દેશની ઇકોનોમીમાં પણ સારું એવું યોગદાન આપી રહ્યો છે.








