મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Tharad/ દિયોદર રૈયા ગામે ચોર ટોળકીનો ધાર્મિક આતંક! એક જ રાતમાં 5 મંદિરોમાં ધાડ પાડી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા દિયોદર રૈયા ગામે એક જ ર

Tharad/ દિયોદર રૈયા ગામે ચોર ટોળકીનો ધાર્મિક આતંક! એક જ રાતમાં 5 મંદિરોમાં ધાડ પાડી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા દિયોદર રૈયા ગામે એક જ રાતમાં ચોર ટોળકીએ પાંચ જેટલા ધાર્મિક મંદિરોને નિશાન બનાવતાં હાહાકાર મચી ગયો છે. ધાર્મિક સ્થળો પર થયેલા આ 'આતંક'ને કારણે સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સોના-ચાંદીના દાગીના અને રોકડની ઉઠાંતરી

ચોર ટોળકીએ રાત્રીના અંધારામાં એક પછી એક એમ કુલ પાંચ જેટલા ધાર્મિક મંદિરોને ટાર્ગેટ કર્યા હતા. આ મંદિરોમાંથી ચોર ઇસમો સોના-ચાંદીના દાગીના, ચાંદીના છત્ર સહિત દાન પેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ખાસ કરીને, ગ્રામજનોની આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના મંદિરોમાંથી પણ ચાંદીના છત્ર અને દાન પેટીઓ તોડીને ચોરી કરવામાં આવી હતી.

ચોર ટોળકી CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ

સદનસીબે, ચોર ટોળકીનો આ આખો કૃત્ય નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ગામલોકોએ તાત્કાલિક દિયોદર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે ચોર ટોળકીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં મંદિરોમાં ચોરી થતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો