મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VAV Tharad News: વાવ થરાદ જિલ્લાનો સત્તાવાર પ્રારંભ, કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન કરાયું

સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધ

VAV Tharad News: વાવ થરાદ જિલ્લાનો સત્તાવાર પ્રારંભ, કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન કરાયું

સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો. જેની સાથે ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. 

જણાવી દઈએ કે, થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી. નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવા બનેલા બે તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ ૮ તાલુકાનો સમાવેશ થાય છે. નવનિર્મિત જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા, ૪૧૬ ગામડા તથા ૯ લાખ ૭૮ હજાર ૮૪૦ વસ્તીનો સમાવેશ થાય છે. 

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન ૨ તાલુકા ઓગડ અને હડાદ મળીને કુલ ૧૦ તાલુકાનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન.જે.તેરૈયાની નિમણૂંક કરી છે.

આ સમાચાર શેર કરો