મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હવે પત્નીથી પરેશાન પુરૂષો રસ્તા પર ઉતર્યા, હાથમાં બેનર લઇને ન્યાયની કરી માંગ

સુરતમાં પત્નીથી પીડિત પુરૂષોએ અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તમામ પોત પોતાની પત્નિથી પીડિત છે.

હવે પત્નીથી પરેશાન પુરૂષો રસ્તા પર ઉતર્યા, હાથમાં બેનર લઇને ન્યાયની કરી માંગ

સુરતમાં પત્નીથી પીડિત પુરૂષોએ અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તમામ પોત પોતાની પત્નિથી પીડિત છે. પ્રદર્શનકારીઓએ બેંગલુરૂના અતુષ સુભાષ આપઘાત કેસને લઇને ન્યાયની માંગ કરી હતી. આ સાથે જ પ્રદર્શનકારી પતિઓએ હાથમાં પોસ્ટર લઇને મહિલાઓને મળેલા અધિકારોનો દુરુપયોગ કરવા અને પુરૂષ આયોગ બનાવવાની માંગ કરી હતી.  

સુરતમાં પત્ની પીડિત પુરૂષનું પ્રદર્શન

પત્નીથી પીડિત પુરૂષોએ સુરતના અઠવાલાઇન્સ સર્કલ પર પ્રદર્શન કર્યું હતું. પત્ની પીડિત પુરૂષોની માંગણી હતી કે અતુષ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે તેમને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પુરૂષો માટે કમિશન બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ હાથમાં બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. પત્નીથી પરેશાન પુરૂષોએ આ દરમિયાન મહિલાઓના અધિકારોના ઉલ્લંઘનનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં સગાઈ બાદ આડાસંબંધના વહેમમાં યુવતીની હત્યા, મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો

Man not ATMના બેનર પણ જોવા મળ્યા

પ્રદર્શનકારીઓ જે પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા હતા તેના પર 'મેન, નોટ ATM', 'મેન્સ રાઈટ્સ એ હ્યુમન રાઈટ્સ', 'સેફ ફેમિલી સેવ નેશન' જેવા શબ્દો લખેલા હતા. એક બોર્ડ પર 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસના આંકડા લખવામાં આવ્યા હતા.પ્રદર્શનકારીઓએ ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા પણ લગાવ્યા હતા.

આ સમાચાર શેર કરો