મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

UP સ્ટાઈલમાં સુરતમાં ડિમોલેશન, સરકારી જમીન પર ગેરકાયદે બનેલા ક્રિકેટ બોક્સ પર ફેરવ્યુ બુલડોઝર

સુરતમાં પણ હવે માથાભારે તત્ત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉતરપ્રદેશ સ્ટાઈલમાં સુરત

UP સ્ટાઈલમાં સુરતમાં ડિમોલેશન, સરકારી જમીન પર ગેરકાયદે બનેલા ક્રિકેટ બોક્સ પર ફેરવ્યુ બુલડોઝર

સુરતમાં પણ હવે માથાભારે તત્ત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉતરપ્રદેશ સ્ટાઈલમાં સુરત પોલીસે કાર્યવાહી કરી છે. લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જિમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાસિમની ધરપકડ કરવામાં આવી. 

અસામાજિક તત્ત્વોને આકરો સંદેશ

લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જિમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. માથાભારે હાસિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો. થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો પણ કર્યો હતો. મહિલાઓની હાજરીમાં પાઈપ, ફટકા સાથે હુમલો કરાયો હતો. આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશો ગણી શકાય છે.

સિદ્દીકી સામે 20 જેટલા ગુના નોંધાયા

ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું. જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો આ સ્ટ્રક્ચર SMC દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે. જે માટે સુરત પોલીસ ઝોન-ટુ અને SOGની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે. સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે. જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો