મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં માજી સૈનિકોની માંગ, પાલિકાની ભરતીમાં 10 ટકા અનામત આપવા રજૂઆત

દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત થતાં સૈનિકોને 10 ટકા અનામત ભર

સુરતમાં માજી સૈનિકોની માંગ, પાલિકાની ભરતીમાં 10 ટકા અનામત આપવા રજૂઆત

દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત થતાં સૈનિકોને 10 ટકા અનામત ભરતીમાં આપવાની વાત થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માગ કરવામાં આવી છે. આજે સૈનિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે 10 ટકા અનામતની માગ કરી છે.

ફાયર વિભાગમાં જગ્યા ખાલી છે

SMCની ભરતીમાં માજી સૈનિકો માટે ૧૦ ટકા અનામતની માંગણી કરવામાં આવી છે. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. SMCના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. ત્યારે માર્શલ, સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ રહી છે. ત્યારે ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે.

માજી સૈનિકોને 10 અનામત મળે તેવી માગ

માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટીંગ લિસ્ટ પણ તૈયાર છે. પરંતુ ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે ૧૦ ટકા જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી છે. દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે એવા પ્રયાસો કરવા જોઇએ તેવી માજી સૈનિકો માગ કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો