દાહોદ: A ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, અરજીના નિકાલ માટે માંગ્યા હતા રૂપિયા

રાજ્યમાં વધુ એક લાંચિયો પોલીસકર્મી ઝડપાયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર દાહોદ A ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર કોન્સ્ટેબલ રમેશ વાઘમસી 3 હજારની રોકડ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો છે.
કોન્સ્ટેબલે અરજીના નિકાલ માટે 5 હજારની માંગ કરી
કોન્સ્ટેબલે અરજીના નિકાલ માટે 5 હજારની માંગ કરી હતી, જોકે છેલ્લે પતાવટમાં 3 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ સમગ્ર બાબતની જાણ ACBને કરી હતી. પંચમહાલ ACBએ મોડી રાત્રે છટકું ગોઠવીને કોન્સ્ટેબલે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ લાંચિયા પોલીસકર્મની દબોચ્યો હતો.
ACBની ટ્રેપ મામલે પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો
તો બીજી તરફ ACBની ટ્રેપની વાત વાયુવેગે પોલીસ બેડામાં ફેલાઈ હતી, જેના કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો હતો. ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી કેટલાય લાંચિયા બાબુઓ ઝડપાયા છે.

