Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : A mob beat up a married woman and took her out in a procession in a semi-naked state

દાહોદ જિલ્લામાં પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક સાથે બાંધી ગામમાં ફેરવી

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
દાહોદ જિલ્લામાં પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક સાથે બાંધી ગામમાં ફેરવી

ગુજરાતના દાહોદમાં પરણિત મહિલાને તાલિબાની સજા ફટકારવામાં આવી છે. સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમ સંબધ જાહેર થતાં મહિલાને સજા આપવામાં આવી હતી. લોકોએ મહિલા સાથે બર્બરતા આચરી હતી.

App Store

મહિલાના ઘરમાં અંદાજીત 15 શખ્સો ઘૂસી ગયા અને માર માર્યો

મહિલાના ઘરમાં અંદાજીત 15 શખ્સો ઘૂસી ગયા હતા અને મહિલાને માર માર્યો ત્યાર બાદ અર્ધ નગ્ન હાલતમાં બહાર ઢસડીને લાવ્યા હતા. ઘરમાંથી બહાર ખેંચીને લાવ્યા પછી ફરીથી માર માર્યો હતો. મહિલાને અર્ધનગ્ન કરીને માર મારીને વાહન પર બેસાડી હતી. 28 જાન્યુઆરીના રોજ અર્ધનગ્ન હાલતમાં મહિલાનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અર્ધનગ્ન હાલતમાં મહિલાને આખા ગામમાં આ શખ્સોએ ફેરવી

મહિલાને આ શખ્સોએ આખા ઘરમાં ફેરવી હતી. તો બીજી તરફ મહિલાનો વિડિયો પણ ફોનમાં ઉતારીને સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સંજેલી પોલીસને થઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ વાયરલ થયેલા વિડિયોને લોકોના ફોનમાંથી ડીલિટી કર્યો હતો.

પોલીસે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ

જોકે મોડેથી જાગેલી પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લીધું હતું. આ નિવેદનના આધઆરે પોલીસે 11 પુરુષ અને 4 મહિલા સહિતાન ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જોકે હવે એ જોવાનું રહ્યું કે આરોપીઓ સામે પોલીસ કયા પ્રકારનું એક્શન લે છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા પણ સંજેલી તાલુકાના ગામમાં આવીજ ઘટના સામે આવી હતી.