Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Torni school rapist and murderer Acharya govind nat BJP, RSS and VHP worker

DAHOD : તોરણી શાળાનો દુષ્કર્મી અને હત્યારો આચાર્ય ભાજપ, RSS અને VHPનો કાર્યકર

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2024
લાઇવ ટીવીGoogle News
DAHOD : તોરણી શાળાનો દુષ્કર્મી અને હત્યારો આચાર્ય ભાજપ, RSS અને VHPનો કાર્યકર

Dahod News : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે શાળામાં જ અભ્યાસ કરતી ધોરણ-1ની 6 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ગુનો કબુલ્યો હતો. આ આચાર્યને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરી દીધો છે. જો કે હવે મળતી માહિતી મુજબ દુષ્કર્મી અને હત્યારો આચાર્ય ભાજપ, RSS અને VHPનો કાર્યકર છે. 

App Store

ગોવિંદ નટ ભાજપ, RSS અને VHP સાથે સંકળાયેલો

તોરણી પ્રાથમિક શાળાનો હત્યારો આચાર્ય ગોવિંદ નટ ભાજપ, RSS અને VHP સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે આ મામલે પત્રકાર પરિષદ કરીને ગોવિંદ નટના ભાજપ, RSS અને VHPના કાર્યક્રમના ફોટોઝ જાહેર કર્યા છે. 

એક ફોટોમાં ગોવિંદ નટ ભાજપ નેતા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી  અર્જુનસિંહ સાથે ભાજપની એક બેઠકમાં હોવાનું દેખાઈ આવે છે. ચૂંટણીમાં પણ ગોવિંદ નટ ભાજપનું કામ કરતો હતો. આ ફોટો પરથી જાણી શકાય કે ગોવિંદ નટ ભાજપમાં કેટલા  ઉચ્ચ હોદ્દા પર હશે કે મંત્રી સાથે એક સોફામાં બેસી શકે. 

બીજા ફોટોમાં ગોવિંદ નટ વિશ્વ હિન્દૂ પરિષદની એક કાર્યશાળામાં અને ત્રીજા ફોટોમાં RSSની એક શિબિર અથવા વર્ગમાં સંઘની ખાખી ચડ્ડીમાં દેખાઈ રહ્યો છે. 

આમ આ આરોપી ભાજપ, ભાજપની માતૃ સંસ્થા RSS અને ભાજપની ભગિની સંસ્થા વિશ્વ હિન્દૂ પરિષદ સાથે સંકળાયેલો છે. “બેટી બચાવો બેટી પઢાઓ”ના નારા આપનારી ભાજપ સરકારના આવા હવસખોર નેતાથી જ દિકરીઓ સુરક્ષિત નથી. શું ભાજપ કાર્યકરો આ દિકરી માટે મીણબત્તી લઈને નીકળશે, જેના પર ગોવિંદ નટે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેને મારી નાખી? 

ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરાયું

પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટને લીમખેડાનાસામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગઈ હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. આરોપીના સ્પર્મ સહિતના અલગ અલગ નમુનાઓ લઈને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આરોપી ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.  

વકીલો ગોવિંદ નટનો કેસ નહીં લડે 

દુષ્કર્મ પ્રયાસ અને હત્યાને લઈને આરોપી આચાર્ય  ગોવિંદ નટ સામે લોકોમાં ફિટકાર છે. ત્યારે લીમખેડા બાર એસોસિએશને ગોવિંદ નટનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. લીમખેડાનો એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે તેવો નિર્ણય કરાયો છે.