મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod/  પોલીસ ભરતીની તૈયારી કરતા 5 યુવકોને બાઈક ચાલકે ઉડાવ્યા, 7 ઘાયલ

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે જેસાવાડા નજીક આવે

Dahod/  પોલીસ ભરતીની તૈયારી કરતા 5 યુવકોને બાઈક ચાલકે ઉડાવ્યા, 7 ઘાયલ

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે જેસાવાડા નજીક આવેલા આમલી ગામે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પોલીસ ભરતી માટે દિવસ-રાત મહેનત કરી રહેલા અને દોડની પ્રેક્ટિસ કરીને પરત ફરી રહેલા પાંચ યુવાનોને એક બેફામ બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર બે લોકો સહિત કુલ 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે.

દોડની પ્રેક્ટિસ કરીને પરત ફરતા હતા યુવાનો

મળતી માહિતી મુજબ, દાહોદના જેસાવાડા પંથકમાં રહેતા કેટલાક યુવાનો આગામી પોલીસ ભરતીમાં સફળ થવા માટે દરરોજ રનિંગની પ્રેક્ટિસ કરે છે. ગઈકાલે મોડી સાંજે જ્યારે આ યુવાનો આમલી ગામ પાસે રનિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક તેજ રફ્તાર બાઈકે તેમને અડફેટે લીધા હતા.

પાછળથી જોરદાર ટક્કર મારી

અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક ચાલકે પાછળથી સીધી ટક્કર મારતા પાંચેય યુવાનો રસ્તા પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં યુવાનોને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ટક્કર મારનાર બાઈક પર સવાર બે લોકો પણ બાઈક પરથી નીચે પડાતા ઘાયલ થયા હતા. આમ, આ સમગ્ર ઘટનામાં કુલ 7 લોકો લોહીલુહાણ થયા હતા.

108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ 7 ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો ઘાયલ થતા તેમના પરિવારજનોમાં અને ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી

આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને બાઈક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે થયેલા આ અકસ્માતે માર્ગ સલામતી અને વાહન ચાલકોની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો