મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

12 ભણેલાઓએ નકલી વેબસાઈટો બનાવી આચર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી

12 ભણેલાઓએ નકલી વેબસાઈટો બનાવી આચર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ પકડાયું છે. પોલીસે 8.35 લાખનો મુદામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડયા છે.

હાયર એજ્યુકેટેડને નોકરી પર રાખતા

સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટે્ક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખ્યા હતાં. ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં 20થી 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફલીપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા.

700 ઈમેઈલ મળ્યા

આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે છે.

પકડાયેલા આરોપીઓ 

1. આશીષ રાધવ હડીયા 
2. સંજય કાતરીયા 
3. પાર્થ ધનજી સવાણી 
4. સાગર વિનુ ખૂંટ 
5. દિલીપ ધીરૂ પાધડાળ 
6. યશ ભીખા સવાણી 

આ સમાચાર શેર કરો