મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ભ્રષ્ટાચારી કંપની ફરીથી બનાવવા માંગે છે હાટકેશ્વર બ્રિજ, બ્લેકલિસ્ટ છતાં કરી અરજી

અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો વિવાદ ફરી ઉભો થયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર બ્લેકલિસ્ટ થયેલી અજય ઇન્ફ્રા દ્

અમદાવાદ: ભ્રષ્ટાચારી કંપની ફરીથી બનાવવા માંગે છે હાટકેશ્વર બ્રિજ, બ્લેકલિસ્ટ છતાં કરી અરજી

અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો વિવાદ ફરી ઉભો થયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર બ્લેકલિસ્ટ થયેલી અજય ઇન્ફ્રા દ્વારા ફરી આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. 

બ્લેકલિસ્ટ થયેલી અજય ઇન્ફ્રા ફરી બ્રિજ બનાવવા માંગે છે

અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો વિવાદ હજુ સુધી શાંત થયો નથી. હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ફરી આ બ્રિજ બનાવવા માટે તેમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેવી માંગ કરી છે.બ્લેકલિસ્ટ થયા બાદ પણ અજય ઇન્ફ્રા હાટકેશ્વર બ્રિજને બનાવવા માંગે છે.

અજય ઇન્ફ્રાએ પત્રમાં કહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યા છો બ્રિજ બનાવવા માટે તે પ્રજાના પૈસાનો વ્યય છે. 10 વર્ષની લાઇબિલિટી સાથે અમે ફરી બ્રિજને બનાવી આપીશું. બ્રિજનો તોડવો પડે તેવી સ્થિતિ છે તે અમે પણ માનીયે છીએ. મહત્ત્વપૂર્ણ છે કે 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજને બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.

અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજ તોડીને ફરી નહીં બનાવવા માટે પણ રાજકીય પ્રેશર કરવામાં આવી રહ્યું છે. દોઢ મહિના પહેલા જ બ્રિજ મામલે રાજસ્થાનની કંપનીએ નેગોસીએશન કર્યું હતું પણ ટેન્ડર મંજૂર થયું નથી.

આ પણ વાંચો: અમદાવાદીઓ ચેતી જજો, ટ્રાફિકનો નિયમ તોડ્યો તો AI ઇન્ટરસેપ્ટરથી ઘરે આવી જશે મેમો

અજય ઇન્ફ્રા નામની કંપનીએ બનાવ્યો હતો બ્રિજ

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 2017માં અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડમાં બનાવવામાં આવ્યો હતો. અજય ઇન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજને 100 વર્ષ સુધી કઇ નહીં થાય પણ પાંચ વર્ષ બાદ જ બ્રિજની મજબૂતાઇ પર સવાલ ઉભા થયા હતા.બ્રિજને 2022માં જનતા માટે બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી.  રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો જે પણ ખર્ચ થશે તે બ્રિજ બનાવનાર કંપની પાસેથી જ વસુલવાનો દાવો કર્યો છે. હવે જોવું રહ્યું કે હાટકેશ્વર બ્રિજને બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ કોને મળે છે?

આ સમાચાર શેર કરો