RSSના સરસંઘચાલકના નિવેદનના ટુકડા વાયરલ કરી વિવાદ ઉભો કરાયો-અનંત ભાગવત
મોહન ભાગવત ભારત વિશ્વ ગુરુ બનવા કેવી રીતે બની શકે જે લઈને એક કાર્યક્રમ હતો. જેમાં

મોહન ભાગવત ભારત વિશ્વ ગુરુ બનવા કેવી રીતે બની શકે જે લઈને એક કાર્યક્રમ હતો. જેમાં તે બોલ્યા હતા. તેના કેટલાક નિવેદનને લઈને જાણી જોઈને વિપક્ષ વિવાદ ઉભો કરી રહ્યો છે. તેમ કાર્યક્રમના મુખ્ય આયોજક અનંત ભાગવત સાથે મુલાકાતમાં જણાવ્યું હતું.
અનંત ભાગવતની સ્પષ્ટતા
આરએસએસના સર સંચાલક મોહન ભાગવતના એક નિવેદનને લઈને ભારે વિવાદ થયો હતો. આ કાર્યક્રમ પૂના ખાતે હતો. ત્યારે આ કાર્યક્રમના મુખ્ય આયોજક ડોક્ટર અનંત ભાગવત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓએ સમગ્ર કાર્યક્રમ વિશે જણાવ્યું હતું. ત્યારે ડોક્ટર અનંત ભાગવતે જણાવ્યું હતું કે, અમે જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ભારતને કેવી રીતે વિશ્વ ગુરુ ભારત બની શકે છે તે મુદ્દાને લઈને હતું. આ કાર્યક્રમની અંદર મુખ્ય વક્તા તરીકે આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવત આવ્યા હતા.
નિવેદનનો ટુકડો વાયરલ કરાયો
મોહન ભાગવતે સંબોધન મરાઠીમાં કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભારતને વિશ્વગુરુ બનવું હોય તો જે નાના મોટા આવા ઝઘડાઓ અને એને લઈને વિવાદો થવા ન જોઈએ. તેમને કોઈ વ્યક્તિને લઈને ટિપ્પણી કરી ન હતી. પરંતુ, તેઓએ દરેકને એક નિવેદન કર્યું કે, આપણે વિશ્વ ગુરુ બનવું હોય તો શું કરવું જોઈએ. તેમને કહ્યું હતું કે વિપક્ષ મોહન ભાગવતજીના નિવેદનનો કેટકો એવી રીતે વાયરલ કરી રહી છે. જેથી વિવાદ પેદા કરી રહી છે. પણ તેમનું નિવેદન કોઈ વિવાદસ્પાદ નહોતું. ખાસ વાતચીતમાં આરએસએસ મોહન ભાગવતના વિશ્વ ગુરુના કાર્યક્રમના મુખ્ય આયોજક અનંત ભાગવતે મીડિયા સાથે વાત કરી હતી.








