Video: Morbiમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી પોણા ત્રણ વીઘા જમીન પચાવવાનું કાવતરું, બે આરોપીઓ સામે ફરિયાદ દાખલ
મોરબીમાં જમીન પચાવી પાડવા માટે ડુપ્લીકેટ અને ખોટા દસ્તાવેજો બનાવવાનું
મોરબીમાં જમીન પચાવી પાડવા માટે ડુપ્લીકેટ અને ખોટા દસ્તાવેજો બનાવવાનું એક મોટું કાવતરું સામે આવ્યું છે. આરોપીઓએ પોણા ત્રણ વીઘા જેટલી જમીન ₹1 કરોડ 80 લાખમાં વેચી દેવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખોટા આધાર-પાન કાર્ડ અને વારસાઈ ઊભા કરાયા
ફરિયાદી બાબુભાઈ તરસીભાઈ ચાવડાએ આપેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ મોરબીના વજેપર વિસ્તારની સર્વે નં. 767/2 વાળી પોણા ત્રણ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા.
આ કાવતરાને અંજામ આપવા માટે આરોપીઓએ આધાર કાર્ડ, પાન કાર્ડ અને વારસાઈ આબો (નકલી વારસાઈ દસ્તાવેજો) જેવા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. આ ખોટા દસ્તાવેજોના આધારે જમીનનું ₹ 1.80 કરોડમાં વેચાણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
બે આરોપીઓ સામે ગુનો દાખલ
સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસે બે આરોપીઓ— અમિત મોહનભાઈ પરમાર અને દર્શિત પ્રવીણભાઈ ચાવડા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. પોલીસે હવે આ જમીન કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.








