મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi: જિલ્લા ભાજપ પ્રમુખ 'રન ફોર યુનિટી'માં દોડવાને બદલે કાર લઈને SOU સુધી પહોંચ્યા!

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. રાષ્ટ્રીય એકતા દિવસ

Morbi: જિલ્લા ભાજપ પ્રમુખ 'રન ફોર યુનિટી'માં દોડવાને બદલે કાર લઈને SOU સુધી પહોંચ્યા!

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમની કાર્યવાહીને કારણે પક્ષની આબરૂ લજવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.  સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે દોડમાં ભાગ લેવાને બદલે એક ધારાસભ્યની કારનો ઉપયોગ કર્યો હતો અને સીધા જ સરદારના સ્ટેચ્યુ સુધી પહોંચી ગયા હતા.

માત્ર ફોટોસેશનના આક્ષેપ:

જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ તો પહોંચ્યા હતા, પરંતુ ત્યાં માત્ર ફોટોસેશન કરાવીને, અન્ય કાર્યકર્તાઓ અને લોકો સાથે દોડવાના બદલે, તેઓ કાર લઈને સીધા જ સરદારના સ્ટેચ્યુ પાસે પહોંચી ગયા હતા.

આ ઘટનાથી કાર્યકરો અને લોકોમાં ચર્ચા જાગી છે કે જિલ્લા પ્રમુખ માત્ર દેખાડો કરવા અને ફોટોસેશન કરવા માટે જ કાર્યક્રમમાં આવ્યા હતા કે શું?

આ સમાચાર શેર કરો