મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગના રત્નકલાકારો માટે કોંગ્રેસના દેખાવો, કલ્યાણ બોર્ડની રચના કરવા માગ

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમા

મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગના રત્નકલાકારો માટે કોંગ્રેસના દેખાવો, કલ્યાણ બોર્ડની રચના કરવા માગ

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્નકલાકારોની થઈ છે. ત્યારે આપઘાત કરતાં રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતાં. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્નકલાકાર બોર્ડની માગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 

ખાસ પેકેજની માગ

રત્નકલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે,અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છીએ. રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રાજ્ય સરકાર જો રત્નકલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહી ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે.

બોર્ડ બનાવવા માગ

રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. સાથે સરકાર પાસે માગ છે કે, રત્નકલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાઓ રત્નકલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી. ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો