નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો કર્યો સોદો-અસલમ સાયકલવાલા
સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે.

સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે. નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
નિલેશ કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો
કોંગ્રેસના સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નિલેશ કુંભાણી પર મોટો આરોપ લગાવ્યો છે. અસલમ સાયકલવાલાએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે.
અસલમ સાયકલવાલાએ કહ્યું કે, ‘આખી ઘટનામાં નિલેશ કુંભાણી જ જવાબદાર છે. કાર્યકર્તા હોત તો શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત તો આવી ઘટના બનતી તો અમારું સંગઠન જવાબદાર હોત. લોકસભાના ઉમેદવાર હતા તેમના અંગત બનેવી, ભાણિયા, ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી છે. 100 ટકા કઇક તો રંધાયુ હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણીએ આપવો જોઇએ.’
સુરતમાં હાઇવોલ્ટેજ ડ્રામા
સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી. એવી એફીડેવીટ અને નિવેદન આપતા જિલ્લા સેવાસદનમાં હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.








