મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની 22 નગરપાલિકામાં તો કોંગ્રેસનું ખાતું જ ના ખુલ્યું, અપક્ષોએ ખેલ બગાડ્યો 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 68 નગરપાલ

ગુજરાતની 22 નગરપાલિકામાં તો કોંગ્રેસનું ખાતું જ ના ખુલ્યું, અપક્ષોએ ખેલ બગાડ્યો 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62માં ભાજપ જીત્યું છે જ્યારે એક નગરપાલિકામાં કોંગ્રેસ જીત્યું છે. કોંગ્રેસનું વિધાનસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. શહેર તેમજ ગામડામાં પણ કોંગ્રેસનો રકાસ થયો હતો. 22 નગરપાલિકા તો એવી હતી જેમાં કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ સફળ થયું નહતું.

આ 22 નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું જ ના ખુલ્યું

મહુધા,હાલોલ,ભચાઉ,કુતિયાણા,કરજણ,રાણાવાવ,મહેમદાવાદ,આંકલાવ,ધરમપુર,કોડીનાર,ખેડા, ઓડ,ઝાલોદ,જામ જોધપુર,બાંટવા, ચલાલા,જાફરાબાદ, ડાકોર,દ્વારકા,રાજુલા

આ નગરપાલિકામાં કોંગ્રેસે એક બેઠક જીતી નાક બચાવ્યું

અન્ય કેટલીક નગરપાલિકામાં કોંગ્રેસે એક બેઠક જીતીને નાક બચાવવામાં સફળ રહી હતી જેમાં માણસાનો સમાવેશ થાય છે. માણસામાં 28 બેઠકમાંથી ભાજપે 27 જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી હતી.

  • છોટા ઉદેપુરમાં પણ 28 બેઠકમાંથી 8 ભાજપ, 1 કોંગ્રેસ અને 19 બેઠક અન્યને મળી હતી.
  • તલોદમાં પણ 24 બેઠકમાંથી 22 ભાજપ અને કોંગ્રેસ 1 જ્યારે અન્યને એક બેઠક મળી હતી.
  • ચકલાસીમાં પણ 28 બેઠકમાંથી ભાજપને 16, કોંગ્રેસ 1 જ્યારે અન્યને 11 બેઠક મળી હતી.
  • વલસાડમાં 44 બેઠકમાંથી ભાજપને 41, કોંગ્રેસને એક જ્યારે અન્યને 2 બેઠક મળી હતી.
  • હળવદમાં ભાજપને 28માંથી 27 જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી હતી.

આ સમાચાર શેર કરો