કઠલાલમાં બે મુસ્લિમ યુવક સહિત 100 લોકોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ, પોલીસ સ્ટેશન બહાર પણ ફરિયાદીઓ પર હુમલો
Kathlal, kheda News : સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખ

Kathlal, kheda News : સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોમવાદ ફેલાય તેવા મેસેજ મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. જેની સામે ફરિયાદ કરવા પહોંચેલા યુવકોના વાહન પર ટોળાએ એકાએક હુમલો કર્યો હતો. આ વાતની જાણ થતાં જ પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ મામલો ફરી વકરે નહીં તેની સાવચેતી રૂપે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા ગુનો નોંધ્યો છે.
બે મુસ્લિમ યુવક અને સો લોકોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ
કઠલાલમાં થયેલી ઘટનામાં ફરિયાદી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે મુસ્લિમ યુવક અને 100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જો કે ફરિયાદ નોંધાવવામાં આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર પણ હુમલો થયો હતો. ફરીયાદીની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, પોતાના પર હુમલો થતા ફરિયાદી જીવ બચાવી કઠલાલ પોલિસ સ્ટેશને પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલિસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે ફ્લેગમાર્ચ પણ કરી હતી, હાલ શાંતિપૂર્ણ વાતાવરણ છે.
બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી
અઠવાડિયા પહેલાં ગત શનિવારે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.








