ઈડરના ચડાસણામાં યુવકને નગ્ન કરી માર મારવા મામલે નોંધાઈ ફરિયાદ, નવ લોકોની અટકાયત
સાબરકાંઠા: ઈડરના ચડાસણા ગામના યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉઠાવી લઈ ગામન

સાબરકાંઠા: ઈડરના ચડાસણા ગામના યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉઠાવી લઈ ગામના કેટલાક લોકોએ તેને નગ્ન કરી ગામમાં વરઘોડો કાઢ્યો હતો, સાથોસાથ નગ્ન હાલતમાં તેની પાસે માફી પત્ર લખાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા પોલીસે બે દિવસ બાદ આ મામલે ફરિયાદ નોંધી એક્ટ્રોસિટી સહિતની વિવિધ કલમો થકી વધુ તપાસ હાથધરી છે તેમજ સ્થાનિક કક્ષાએ ભારે હડકમ સર્જાયો છે.
સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચડાસણા ગામના યુવકને પ્રેમ સંબંધ મામલે ભારે હડકમ સર્જાયો છે. ચડાસણા ગામના સેધાભાઈ નામના યુવકને પ્રેમ સંબંધ હોવાના પગલે બે દિવસ અગાઉ કોલ્ડ સ્ટોરેઝમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવાયો હતો. જોકે સેધાભાઈને જાણે કે તાલીબાની સજા અપાઇ રહી હોય તેમ નગ્ન હાલતમાં જ તેની પાસે માફી પત્ર લખાવાયુ હતું ત્યારે ગામમાં રહેતા અન્ય એક યુવાનની પઠાણી દાદાગીરીને લઇ યુવકને લગ્ન કરીને વરઘોડો કઢાયો હોવાથી રજૂઆત કરી રહ્યા છે. ખાસ કરીને યુવાને લગ્ન અવસ્થામાં ગામમાં ફેરવ્યા બાદ તેને પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યો હતો ત્યારે સ્થાનીય પોલીસ પોતાની જવાબદારીઓમાંથી છટકીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસમાં લાગી હતી. સ્થાનીય પોલીસની કામગીરી સામે પીડિત પરિવારો સહિત સમાજમાં જાદર પોલીસની કામગિરી સામે રોષ વ્યાપ્યો છે.
જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે અટકાયતી પગલા શરૂ કર્યા છે જે અંતર્ગત સમગ્ર બનાવ મામલે નવ જેટલા આરોપીઓની અટકાયત કરી છે તેમજ અન્ય લોકોની અટકાયત કરવા માટે વિવિધ ટીમો કામે લાગે છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે બે દિવસ અગાઉ બનેલા બનાવ બાદ સોશિયલ મીડિયા થકી સમગ્ર મામલો ઉજાગર થયું છે. આ સમગ્ર વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે બે દિવસ બાદ જાદર પોલીસ સ્ટેશન સહિત ઈડર પોલીસ મથકે એટ્રોસિટી અપહરણ સહિતની પોલીસ ફરિયાદ નોંધાય છે જેના પગલે સ્થાનીય કક્ષાએ મોટો હડકંપ સર્જાયો છે. પ્રેમિકાને મળવા આવેલા યુવાનને નગ્ન હાલતમાં વરઘોડો કઢાતા પોલીસે પણ તમામને ઝડપી લેવા ત્રણ જેટલી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અત્યારથી જ કામે લાગી છે. પોલીસે હાલમાં 9 જેટલા આરોપીઓની અટકાયત કરી તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરાઈ છે.
ભોગ બનનાર યુવકે પોતાની સાથે બનેલી ઘટનાને એકમાત્ર ડિંડક સમાન ગણાવી હતી. તેમજ સમગ્ર કારસ્તાન પાછળ કેટલાક લોકોની મેલી મુરાદ હોવાનું જણાવ્યું હતું. જોકે ફરિયાદ નોંધાયા બાદ હવે સમગ્ર ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સહિત ન્યાયની માંગ કરી રહ્યા છે.
હવે આ મામલે સ્થાનિક સમાજ આગેવાનોએ એન્ટ્રી મેળવી છે. ઇડર વિસ્તારમાં બનેલા આ બનાવને પગલે સમાજના આગેવાન રામભાઈ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે જીવનના આટલા વર્ષોમાં પહેલીવાર આવી ઘટના સાંભળવામાં આવી છે, તેમજ તેની સામે ચોક્કસ કાર્યવાહી કયા કારણસર નથી થઈ શકતી તે પણ ચર્ચાનો વિષય છે. ઇડર વિસ્તારમાં છેલ્લા 50 વર્ષમાં આવી ઘટના સામે નથી આવી, ત્યારે હાલના તબક્કે બનેલી આ ઘટના અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. જવાબદાર સામે ઠોસ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે જોકે આગામી સમયમાં મામલે કેવી કાર્યવાહી થાય છે તે પણ મહત્વનું બની રહેશે. જો પોલીસ તંત્ર દ્વારા કંઈ પણ કચાશ રાખવામાં આવશે તો આવનાર સમયમાં ચોક્કસ સમાજ સહિત સમાજના પરિવારો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે તેમજ પીડિત પરિવાર માટે ન્યાય માટેની લડત આપશે તે બાબત નક્કી છે.








