સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, પોલીસ કર્મચારીને ટ્રોમા સેન્ટરના સ્ટાફે માર્યો તમાચો
સુરત સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે ટ્રોમ

સુરત સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે ટ્રોમાં સેન્ટરના કર્મચારીઓ વિવાદમાં સપડાયા છે. આ વખતે મહિલા સહિતના કર્મચારીઓએ પોલીસ વર્દીમાં રહેલા કર્મચારીને તમાચો માર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે.
પાછળ દોડીને આવીને માર માર્યો
કથિત રીતે ટ્રોમા સેન્ટરમાં વર્દી ધારક પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસકર્મી ટ્રોમા સેન્ટરની બહાર જઈ રહ્યો હતો. ત્યારે વર્ગ ચારના કર્મચારીઓ તેની પાછળ દોડતા દોડતા આવ્યા હતા. પુરુષોએ પોલીસકર્મીના હાથ પકડ્યા હતા જ્યારે એક મહિલાએ તમાચો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. બાદમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો.
ઉઠ્યા સવાલો
સોશિયલ મીડિયામાં કહેવાયું કે, જો પોલીસ કર્મચારીને કોઈ ભૂલ હતી, અથવા તો તે નશાની હાલતમાં હતો. પરંતુ ઓન ડ્યુટી અને વર્દીમાં હોવાથી તેના પર હાથ ઉપાડવો કેટલો યોગ્ય છે. જો તેનો કોઈ દોષ હોય અથવા તો કાયદાનો ભંગ કર્યો હોય તો 100 નંબર પર ડાયલ કરીને પીસીઆરને કોલ કરવો યોગ્ય હતો. પરંતુ, આ રીતે હોસ્પિટલનો સ્ટાફ કાયદો હાથમાં લે તે કેટલું યોગ્ય છે. તેવા સવાલો ઉઠ્યા છે.








