મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ સિટી બસનો કાળો કેર: કોઠારીયા ફાટક નજીક 65 વર્ષીય રાહદારીને અડફેટે લેતા કરૂણ મોત

રાજકોટમાં સિટી બસના બેફામ ડ્રાઇવિંગને કારણે વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો

Rajkot/ સિટી બસનો કાળો કેર: કોઠારીયા ફાટક નજીક 65 વર્ષીય રાહદારીને અડફેટે લેતા કરૂણ મોત

રાજકોટમાં સિટી બસના બેફામ ડ્રાઇવિંગને કારણે વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. કોઠારીયા સોલવંટ ફાટક નજીક સિટી બસની અડફેટે એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

પગપાળા જઈ રહેલા વ્યક્તિનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વ્યક્તિની ઓળખ ભરત અંબાસણા (ઉંમર 65 વર્ષ) તરીકે થઈ છે. ભરત અંબાસણા નામના આ રાહદારી કોઠારીયા સોલવંટ ફાટક નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન, પૂરપાટ ઝડપે આવી રહેલી સિટી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

સિટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે 65 વર્ષીય ભરત અંબાસણાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

સિટી બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સિટી બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો