Video/ Rajkot બાર ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો આરોપ, RBA પેનલ સામે રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ
બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા જ રાજકોટના વકીલાત જગતમાં મોટો વિવાદ થયો છે. 19 ડિસે
બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા જ રાજકોટના વકીલાત જગતમાં મોટો વિવાદ થયો છે. 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ RBA પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગતાં રાજકારણ ગરમાયું છે.
લીગલ સેમિનારમાં મોટી રકમની ઉઘરાણીનો આક્ષેપ
બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી ડો. જીગ્નેશ જોશીએ RBA પેનલના સભ્યો સામે આક્ષેપો લગાવ્યા છે. તેમના મતે, થોડા દિવસો પહેલા આયોજિત લીગલ સેમિનારમાં મોટી રકમની અનિયમિતતા થઈ છે.
ડો. જોશીના આક્ષેપો
આ સેમિનારમાં 400 વકીલો પાસેથી પ્રતિ વકીલ ₹2500 ફી લેવામાં આવી હતી. આ ઉપરાંત, લો કોલેજો પાસેથી પણ ₹16 લાખ જેટલી મોટી રકમ વસૂલવામાં આવી હતી. ડો. જોશીએ આ ઉઘરાણી માટે આયોજક દિલીપ પટેલ, બારના પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરા સહિતના સભ્યોને જવાબદાર ગણાવ્યા છે.
ચૂંટણીનું રાજકારણ ગરમાયું
બાર એસોસિએશનની ચૂંટણીમાં હાલમાં બે મુખ્ય પેનલો મેદાનમાં છે: સમરસ પેનલ જેને ભાજપના લીગલ સેલનું સમર્થન છે અને RBA પેનલ જે ભાજપના જ આગેવાન દિલીપ પટેલ સમર્થિત છે.
ચૂંટણી પહેલા જ દિલીપ પટેલ સમર્થિત RBA પેનલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગવાથી ચૂંટણીનું રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીના આ આક્ષેપોને કારણે ચૂંટણીના પરિણામો પર અસર થવાની સંભાવના છે.








