મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ APMCમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ, જો પકડાયું તો વેપારીનું લાયસન્સ રદ્દ થશે

અમદાવાદ APMCએ ચાઇનીઝ લસણ મામલે મોટો નિર્ણય કરતા APMCમાં ચાઇનીઝ લસણ લાવવા પ પ્રતિબંધ મૂકી દીધો છે. APMCએ વેપારીઓ માટે

અમદાવાદ APMCમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ, જો પકડાયું તો વેપારીનું લાયસન્સ રદ્દ થશે

અમદાવાદ APMCએ ચાઇનીઝ લસણ મામલે મોટો નિર્ણય કરતા APMCમાં ચાઇનીઝ લસણ લાવવા પ પ્રતિબંધ મૂકી દીધો છે. APMCએ વેપારીઓ માટે આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે, જેમાં જણાવાયું છે કે જો કોઈપણ વેપારી પાસે ચાઈનીઝ લસણ પકડાશે તે વેપારીનું લાયસન્સ રદ્દ કરવા  સુધીના કડક પગલાં લેવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  ચાઈનીઝ લસણ આરોગ્ય  માટે હાનિકારક હોવાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

AMCએ માધુપુરા, કાલુપુર માર્કેટમાં કર્યું ચેકિંગ 

અમદાવાદ મહાનગરપાલિકાની એક ટીમે આજે  માધુપુરા અને  કાલુપુર માર્કેટમાં ચેકિંગ કર્યું હતું અને  ચાઇનીઝ લસણ જેવા દેખાતા  લસણના નમૂના લીધા છે અને  લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે. 

આવતીકાલે ભારતભરના યાર્ડમાં લસણની લે-વેચ નહી થાય

ગત 7 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચીનનું લસણ ઘુસાડવાના વિરોધમાં દેશના વેપારી દ્વારા આવતી કાલે (10 સપ્ટેમ્બર) લસણનું કામકાજ બંધનું એલાન કર્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેવાથી ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લસણનો વેપાર બંધ

ચીનથી ભારતમાં લસણ ઘુસાડવાની ઘટના બાદ દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે જણાવ્યું છે કે, 'આવતી કાલે (10 સપ્ટેમ્બર) રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બંધની જાહેરાત વચ્ચે ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, ચીનમાંથી સસ્તા ભાવે લસણ લઈને ભારતમાં મોંઘા ભાવે વહેંચીને લોકો સુધી પહોંચાડવાનું આખું ષડયંત્ર છે.'

આ સમાચાર શેર કરો