મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં દારૂની ડિલિવરી માટે બાળકોને નોકરીએ રાખ્યા, 8 હજાર પગાર અને બોટલદીઠ 200 કમિશન

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ખુલ્લેઆમ કિશોરો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદન

અમદાવાદમાં દારૂની ડિલિવરી માટે બાળકોને નોકરીએ રાખ્યા, 8 હજાર પગાર અને બોટલદીઠ 200 કમિશન

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ખુલ્લેઆમ કિશોરો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પરથી પોલીસે કિશોરને દારૂની 6 બોટલ સાથે ઝડપી પાડ્યો છે. કિશોરને પગાર પર રાખીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદમાં સિંધુભવન ત્રણ રસ્તા ખાતે નર્મદા આવાસના ગેટ પાસે એક ઇસમ જ્યુપીટર પર એક થેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને વેચાણ માટે ઉભો છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જ્યુપીટર નંબર GJ-1 XL2851માં એક કિશોર થેલો લઇને ઉભો હતો. પોલીસે કિશોરનું નામ પૂછતા તેને રમેશ પરમાર (ઉં.વ.17) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કિશોરના થેલાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની શીલબંધ 6 બોટલ મળી આવી હતી. પોલીસે પરમીટ માંગતા પરમીટ ના હોવાનું જણાવ્યું હતું.

દારુ વેચવા માટે પગાર પર કિશોરને રાખ્યો

પોલીસે વધુ પૂછપરછ કરતા કિશોરે આ દારુ અંકિત પરમારે આપેલ હોવાનું જણાવ્યું હતું અને અંકિતે દારૂનો જથ્થો વેચવા માટે 8 હજાર રૂપિયા પગારથી નોકરીએ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ દારૂની એક બોટલના વેચાણ પર 200 કમિશન પણ આપવામાં આવતું હતું. છેલ્લા બે મહિનાથી કિશોર દારૂનું વેચાણ કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે.

પોલીસે અંકિત પરમાર સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ કલમ 78,79 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો