મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURAT: બહેને પૂછ્યા વગર નાસ્તો કરી લેતા બાળકને લાગ્યું માઠું, 12 વર્ષની ઉંમરે આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક 12 વર્ષના કિશોરે માત્ર

SURAT: બહેને પૂછ્યા વગર નાસ્તો કરી લેતા બાળકને લાગ્યું માઠું, 12 વર્ષની ઉંમરે આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક 12 વર્ષના કિશોરે માત્ર નાસ્તો કરી લેવાના મુદ્દે પોતાનું જીવન ટૂંકાવી લીધું. મૃતક કિશોરનું નામ દીપાંશું હોવાનું સામે આવ્યું છે, જે ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ દીપાંશુંએ પોતાની બહેનને પૂછ્યા વિના નાસ્તો કરી લીધો હતો, જેને લઈ ઉદાસ થઈ ગયેલો દીપાંશુંએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

પરિવાર શોકમાં ગરકાવ

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ કતારગામ પોલીસ સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ સમગ્ર મામલે ઘનિષ્ઠ તપાસ કરી રહી છે કે બાળકોના મનમાં આવા ત્રાસદાયક પગલાં ભરવા જેવી ભાવનાઓ ક્યાંથી ઉદભવે છે.

સંવેદનશીલ વલણ જરૂરી

નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં ભાવનાત્મક સમતુલન માટે પરિવારનો સહયોગ અને સંવેદનશીલ વલણ જરૂરી છે. ટૂંકા સમય ગાળામાં જ બીજા બાળકે આપઘાત કરી લીધો છે. અગાઉ એક કિશોરે મોબાઈલના કારણે આપઘાત કરી લીધો હતો.

આ સમાચાર શેર કરો