VIDEO: સ્વચ્છતાની કેટેગરીમાં અગ્રેસર Surat માથે કાળી ટીલી! રસ્તા પર જ નહીં ઘરમાં પણ આવે છે કલરવાળું પાણી
સુરત સ્વચ્છતાની કેટેગરીમાં અગ્રેસર રહ્યું છે. તેમ છતાં શહેરમાં રોડ રસ્તા પર તો કલરવાળું પાણી જોવા મ
સુરત સ્વચ્છતાની કેટેગરીમાં અગ્રેસર રહ્યું છે. તેમ છતાં શહેરમાં રોડ રસ્તા પર તો કલરવાળું પાણી જોવા મળ્યું છે. પરંતુ હવે વહેલી સવારે ઘરે પણ કલર વાળું પાણી આવી રહ્યું છે. ઉધના અમૃત નગર ખાતે વહેલી સવારે નળમાં કલર વાળું પાણી આવી રહ્યું છે. જેથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. અનેક વખત ઉધના ઝોનમાં રજુવાત કરવા છતાં નિરાકરણ નથી આવતું. સ્થાનિકો દ્વારા કલર વાળું પાણીના કારણે હોબાળો કર્યો હતો. તાત્કાલિક ધોરણે યોગ્ય પણે કામગીરી કરવા માટે માગ કરી છે.
કોર્પોરેટરની ચીમકી
ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેની ગતરોજની સામાન્ય સભામાં મેયર અને પાલિકા કમિશનરને મોટી ચીમકી આપી છે. આવાં ઉલ્લુ બનાવનારા અધિકારી સામે કડક એકશન લો નહીં તો મારે ના છૂટકે આંદોલન કરવું પડશે. ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા 2021થી 2025 દરમ્યાન વોર્ડ નંબર 24ઉધના વિસ્તારમાં 55 સોસાયટીમાં નવેસરથી ગટરલાઈન નાખવા બાબતે અનેક વખતો અરજીઓ કરવામાં આવી છે. તત્કાલીન ઝોનલ સુજલ પ્રજાપતિ દ્વારા ફક્તને ફક્ત મેન્ટેન્સ થશે નવી લાઈનો નહિ નખાશે. બીજા ઝોનમાં નવી લાઈનો, તમામ કામો કરવામાં આવતા હોઈ છે.પરંતુ તત્કાલીન ઝોનલ સુજલ પ્રજાપતિનો અલગ નીતિ અને ખોટો જવાબ હંમેશા સામે આવતો હોઈ છે. ગટરની લાઈનો નવી નહિ નાખવામાં આવતા હવે લોકોના ઘરોમાં કલરવાળું પાણી અને ગંદુ પાણી આવી રહ્યું છે. ભાજપ દ્વારા કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા જણાવ્યું : અધિકારી મનમાની અને બેવડી નીતિ કેમ અપનાવી હશે એમની સામે કડક કાર્યવાહી કરો.






