VIDEO: Suratમાં ટ્રાફિક જામની સ્થિતિ, 108 એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને હાલાકી
સુરત શહેરના વ્યસ્ત ભટાર ચાર રસ્તા પર આજે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી વાહનો આ ટ્ર
સુરત શહેરના વ્યસ્ત ભટાર ચાર રસ્તા પર આજે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી વાહનો આ ટ્રાફિકમાં ફસાઈ રહ્યાં હતા. ટ્રાફિકની ગંભીર સ્થિતિ એ હદ સુધી પહોંચી કે 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જેને કારણે દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો હતો. ટ્રાફિક જામના કારણે માત્ર એમ્બ્યુલન્સની સાથે સામાન્ય વાહનચાલકોને પણ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક કયા કારણોસર થયો તે અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જોકે સ્થાનિક લોકોએ ટ્રાફિક નિયંત્રણના અભાવ અને અવ્યવસ્થિત પાર્કિંગને કારણ માન્યું છે.



