મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રમતાં બાળકના રમી ગયા રામ..આવાસમાં કાર ચાલકને ન દેખાતા ટાયર નીચે કચડાયું

સુરતમાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે એક હીચકારો બનાવ સામે આવ્યો હતો.

સુરતમાં રમતાં બાળકના રમી ગયા રામ..આવાસમાં કાર ચાલકને ન દેખાતા ટાયર નીચે કચડાયું

સુરતમાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે એક હીચકારો બનાવ સામે આવ્યો હતો. જેમાં અલથાણ વિસ્તારમાં સુધર્મભવન એસએમસી આવાસમાં રહેતા કાર ચાલકે ત્યાં જ રહેતા બે વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યું હતં. જેથી બાળકના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતાં. સમગ્ર અકસ્માતમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃVIDEO: બેફામ ટેમ્પાથી બચવા દોડ્યા છતાં બન્યા કાળનો કોળિયો, 20 ફૂટ ઢસડાતાં રાહદારીનું મોત

મસ્તીથી રમતું હતું બાળક

મળતી વિગતો મુજબ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની સૂરજ અમિચંદ ભટ્ટ પરિવાર સાથે સુધર્મભવન એસએમસી આવાસમાં રહે છે. સૂરજ અમિચંદ ભટ્ટનો બે વર્ષનો દીકરો પ્રીત ભટ્ટ ગત સવા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન એસએમસી આવાસની બી બિલ્ડિંગની સામે તથા આંગણવાડીની બાજુમાં રમતો હતો. બાળકનું ધ્યાન માત્ર ને માત્ર તેની મસ્તીમાં હતું. 

અકસ્માત બાદ ચાલક નાસી ગયો

બાળક રમતું હતું આ દરમિયાન કારનો ચાલક મુકેશ દેવીદાસ પેંધારકર કાર લઈને પસાર થયો હતો. ફૂલ સ્પીડમાં તે કાર લઈને આવાસમાંથી પસાર થયો હતો. આ દરમિયાન આંગણવાડી પાસે રમતા પ્રીત ભટ્ટને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાળકના માથા પર કારનું ટાયર ફરી વળ્યું હતું.  માથું ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો