મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બેફામ ટેમ્પાથી બચવા દોડ્યા છતાં બન્યા કાળનો કોળિયો, 20 ફૂટ ઢસડાતાં રાહદારી ગંભીર

સુરતના રસ્તાઓ પર અકસ્માતોની સતત વણઝાર જોવા મળતી હોય છે. ત્યારે રામપુરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક રા

સુરતના રસ્તાઓ પર અકસ્માતોની સતત વણઝાર જોવા મળતી હોય છે. ત્યારે રામપુરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક રાહદારી વહેલી સવાસે ઉભા હતાં. તેની સામે બેફામ સ્પીડમાં આવતાં ટેમ્પોથી તેઓ બચવા ગયાં હતાં.જો કે, બચીને દૂર ભાગી જાય તે અગાઉ જ ટેમ્પોએ તેમને અડફેટે લીધા હતાં. 20 ફૂટ જેટલાં દૂર ઢસડી જતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક નાસી ગયો હતો. બીજી તરફ રામપુરા પેટ્રોલપમ્પ પાસે જ અકસ્માત સર્જાયો હોવાથી લોકો દોડી આવ્યા હતાં.બાદમાં ઈજાગ્રસ્ત ગંભીર હાલતમાં હોવાથી હોસ્પિટલ લઈ જવાયા હતાં.હાલ સીસીટીવીના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ VIDEO:હોટલના ડોરમિટરી રૂમમાં રહેતા પહેલા સાવધાન! સુરતમાં ગઠિયાએ કરેલી ચોરીના Live દૃશ્યો આવ્યા સામે

આ સમાચાર શેર કરો